STORYMIRROR

Kaushal Sheth

Abstract Thriller

4  

Kaushal Sheth

Abstract Thriller

હું જ છું

હું જ છું

1 min
219

નશો મારો હું અને મય હું જ છું,

સારો કે ખરાબ, સમય હું જ છું,


વાત ભલે કરતો રહું અલકમલકની,

છેવટે ચર્ચાનો વિષય હું જ છું,


ડર્યા કરે બધા ભગવાનથી ભલે,

ખબર છે મનેે મારો ભય હું જ છું,


શું કમાયો શું ગુમાવ્યું શું કહું,  

હાર મારી હું અને વિજય હું જ છું,


દોષ કોને દઉં 'સ્તબ્ધ' તકલીફનો,

જીવનનો મારા પ્રલય હું જ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract