જોને, માણસ કેવો કમાલ, કરી જાય છે !
જોને, માણસ કેવો કમાલ, કરી જાય છે !
દિલમાં સમાઈને, ધડકન બની જાય છે,
પછી, અંગત બનીને, ઘાયલ કરી જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
ટેકો દઈને, આધાર બની જાય છે,
પછી, લાગ મળતાં જ, લાભ લઈ જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
ઢાલ બનીને, રક્ષણ કરી જાય છે,
પછી, પીઠ પાછળ હંમેશા, પ્રહાર કરી જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
સાથ આપીને, સહારો બની જાય છે,
પછી, વિશ્વાસનાં નામે, પ્રપંચ કરી જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
જરૂર પડતાં, મદદ કરી જાય છે,
પછી, આંગળી આપીને, પહોંચો લઈ જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
ગાયને પૂજીને, તિલક કરી જાય છે,
જીવ હત્યા કરીને, માણસ મટી, પશુ બની જાય છે !
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
મહોબત કરીને, તાજમહેલ બનાવી જાય છે,
'ચાહત'માં નામે, જીવતાં ચણી જાય છે,
જોને, માણસ કેવો, કમાલ કરી જાય છે !
