STORYMIRROR

Kaushal Sheth

Abstract Thriller Others

4  

Kaushal Sheth

Abstract Thriller Others

ક્યાં સુધી જઈશ  ?

ક્યાં સુધી જઈશ  ?

1 min
207

સતત સામા પ્રવાહે ક્યાં સુધી જઈશ ?

આ કાંટાળી રાહે તું ક્યાં સુધી જઈશ ?


અભિપ્રાય તો લઈ જો ક્યારેક કોઈનો,

તારી જ સલાહે તું ક્યાં સુધી જઈશ ?


કરશે વખાણ સૌ જ્યાં સુધી છે કામનો,

એમની વાહવાહે તું ક્યાં સુધી જઈશ ?


ને કહેશે બધા બંદગી કર તું 'એ' ની ,

તો 'એ' ની પનાહે તું ક્યાં સુધી જઈશ ?


છોડ્યું જગત 'સ્તબ્ધ' મનથી હજી પણ,

વિના અગ્નિદાહે તું ક્યાં સુધી જઈશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract