STORYMIRROR

jignasa joshi

Thriller Others

4  

jignasa joshi

Thriller Others

સ્ત્રીની ઓળખ હું શું આપું

સ્ત્રીની ઓળખ હું શું આપું

1 min
256

સ્ત્રીની ઓળખ હું શું આપું? હું પણ એક સ્ત્રી છું.

છું એક અનોખી કહાની ને ખુલ્લી કિતાબનું પાનું.


સમજવામાં મને ન કરશો, આજે કોઈ બહાનું.

દરિયા જેવું દિલ છે મારું વિશાળ મન મારું.


લાગણીનાં વહેતાં ધોધ રોજેરોજ વહાવું.

સમાધાન ને સમજૂતી જીવનમાં સમાવું.


જીવનનાં પડકારને હિંમતથી લલકારું.

ઝઝૂમી પૂરી હિંમતથી સપનાં સાકાર કરું.


સમસ્યા મારી બાજુએ મૂકી પરિવારને અગ્રતા આપું.

ખુશી અને જવાબદારી પ્રેમથી નિભાવું.


દીકરી બની, પત્ની બની, માની ફરજ બજાવું.

ઈચ્છાઓ મારી બાંધી પોટલે હસું અને હસાવું.


મારાં ને ભૂલીને પારકા પોતાનાં કરું.

સંસ્કાર મારાં જાળવી રાખી બંને કુળને દીપાવું.


મરજીવો બની હું ઘરમાં સુખ શાંતિ લાવું.

એટલું કરતાં હું હંમેશા પારકી કહેવાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller