પાલતું
પાલતું
જગતને જે પાળતું ને પોષતું,
સમાન કાળજી સૌની એ રાખતું,
કોઈએ જોયેલ નથી તેને ભલે,
એના વિના પર્ણ પણ ક્યાં હલે ?
કણ કણ મહીં એ તો વ્યાપ્ત છે,
તે હકીકતથી ઓછા જ જ્ઞાત છે,
માર્ગ દરેક માટે મોકળો કીધો છે,
તાસીર મુજબ જીવવા દીધો છે,
છે સૌ આઝાદ, કોઈ પાલતું નથી,
મળેલી છે પાંખો એને કાપતું નથી,
અહેસાન પણ એ જતાવતું નથી,
આ વાતને માણસ સમજતું નથી,
શોખ અને શણગારને ખાતર,
પશુ પંખીના બની વેઠા જે માવતર,
પીડા તેમની કદી સમજાશે નહીં,
આવા ખોટા શોખને પાડશો નહીં,
માર ખાઈ લેશે પણ એ ન જશે,
તમારા વગર એને કશું નહીં ભાવશે,
ભૂખ એને તો તમારા વહાલની હશે,
તમારી રમતને પણ એ પ્રેમ જાણશે.
