STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

મને ગમે છે

મને ગમે છે

1 min
128

મારાં ગામનાં બાવળ ગમે છે,

ખડ, ઝાંખરા અને ઝાડી ગમે છે,

કાંટાય ગમે પાણા પણ ગમે છે,

કરી લે મનવા ગમતાનો ગુલાલ,


ગિરનાર નથી તો ચોટીલો ગમે છે,

સાવજ ભલે નથી ઘુડખર ગમે છે,

ગુલાબ નહીં તો મને કેસુડો ગમે છે,

કરીલે મનવા ગમતાનો ગુલાલ,


મારી ધીંગી ધરાની વેળુ ગમે છે,

માટીનો રંગ મને ગેરૂ ગમે છે,

સાંજે વાળું સૌની ભેગું ગમે છે,

કરીલે મનવા ગમતાનો ગુલાલ,


દિલખોલીને કહો આ મને ગમે છે,

તારી દોસ્તી દિલદારી મને ગમે છે,

તું હમસફર જેવો છે તેવો ગમે છે,

કરીલે મનવા ગમતાનો ગુલાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational