STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

આપી દીધું હૈયું

આપી દીધું હૈયું

1 min
243

બનીને અજાણી વ્યક્તિ તમે આવ્યાં,

સાથે અઢળક ખુશીનો ખજાનો લાવ્યાં,


ખીલવ્યા પુષ્પો વેરાન જીવનબાગમાં,

સાથે જીવવા મરવાના કૉલ તમે આપ્યાં,


એકમેક પર કર્યો વિશ્વાસ જાતથી વધુ,

સપનાંઓ આપણે ખુલ્લી આંખે સજાવ્યાં,


આપ્યું હૈયું અને સઘળું કર્યું મેં તમારે નામ,

ગૃહલક્ષ્મી બનાવી મને કુમકુમ પગલાં પડાવ્યાં,


સાજન માજન બેઠું હજી સોળ શણગાર,

બન્યાં વર વધૂ પંડિતે હસ્ત મેળાપ કરાવ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational