ફરી મળીશું ? ખબર નથી
ફરી મળીશું ? ખબર નથી
છોડ્યો છે હાથ, ફરી મળીશું ? ખબર નથી,
માતૃભૂમિની પોકાર, ફરી મળીશું ? ખબર નથી,
કોટિ કોટિ જન્મ મળે મને ભારતની ધરા પર,
દરેક જન્મે સૈનિક બનું, ફરી મળીશું ? ખબર નથી,
આ મસ્તક વધેરાય માભોમની રક્ષા કાજે,
ઈચ્છું હું શહીદી, ફરી મળીશું ? ખબર નથી,
હે દેશવાસીઓ ! અલવિદા નથી કહેતો હું !
ફરી ક્યારે મળીશું, ખબર નથી,
રક્તરંજિત છે ભારતની ધરા, ગાથા બલિદાનની,
મહામૂલી સ્વતંત્રતાને જાળવશો ? ખબર નથી.
