પ્રેમ
પ્રેમ
કરતો હતો હું જેને પ્રેમ
એ પણ કરતી હતી મને પ્રેમ,
સમય વીતતો ગયો
પ્રેમ એનો ઓછો થતો ગયો,
એ ગઈ ભણવા બહાર
આવી ગઈ ખુશીની બહાર,
આંખો એને જોવા તરસતી
ક્યારેક ક્યારેક એની યાદમાં વરસતી,
પણ એક દિવસ અચાનક
મને ખબર પડી
એ એના પિતાની ઉંમરનાં પુરુષ સાથે
આબુની હોટલો રંગીન કરતી હતી,
એ ગઈ હતી એ હું જાણતો હતો
મારી જ એને હું માનતો હતો,
કારણ મને હજી વિશ્વાસ હતો એની ઉપર
પણ જ્યારે એની અલ્પનીય જોઈ તસ્વીર
મને આવ્યો વિશ્વાસ
થવા લાગ્યો બંધ શ્વાસ,
ઉતરી ગઈ એ નજરમાંથી
કાઢી નાખી એને જીવનમાંથી
છતાં એને જ્યારે જોઉં છું
ફરી બધુ ભૂલી ઊભરાવા લાગે છે પ્રેમ,
કાળજુ કઠણ કરી
છૂપાવું છું પ્રેમ !

