STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

સમજો તો સારું

સમજો તો સારું

1 min
181

વાતો બધી ખયાલી છે સમજો તો સારું,

જવાની તો જવાની છે સમજો તો સારું,


દોરંગી દુનિયામાં ખોટાં જ પૂજાય છે,

પરીક્ષા સત્યની થવાની છે સમજો તો સારું,


સૌ પોતાની મસ્તીમાં મસ્ત થઈને ફરે છે,

વાત સ્વયં ઝળહળવાની છે સમજો તો સારું,


રાજા રામ તો પ્રજા સીતા ધર્મ પક્ષે દ્રૌપદી,

પ્રજાની દશા પીલાવાની છે સમજો તો સારું,


હું કરું, મારાથી થાય કે મારાં વગર થાય જ નહીં,

વાત અહંકાર લોપવાની છે સમજો તો સારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational