STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

સુગંધ વતનની

સુગંધ વતનની

1 min
181

શ્વાસમાં ભરી છે સુગંધ વતનની,

મહેકાવી રહી છે મને હવા વતનની,


રહું ભલે હું વિશ્વનાં કોઈ પણ ખૂણે,

જીવાડી રહી છે મને યાદ વતનની,


ભૂલી ભૂલાતી નથી માટીની ખુશ્બૂ,

સ્મૃતિપટ પર અંકિત છે કથા વતનની,


નિશાળેથી સીધાં જ ઉપડતાં નદીએ,

આંખોમાં તરવરે એ મજા વતનની,


એ વડલાની ડાળે મેં બાંધેલો હીંચકો,

ગોધુલી વેળાએ ઊડે ધૂમ્રસેરો વતનની


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational