સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ
કરીએ વીર શહીદોની શહાદતને વંદન,
જેઓએ આપ્યો છે આઝાદ ચમન
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ,
હિંદ સવરાજનું ગાંધીનું સ્વપ્ન અધુરું,
બને આપણું રાષ્ટ્ર આત્મનિર્ભર મધુરું,
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ,
ડામવા છે સાથે મળીને આંતરિક વિખવાદો,
દેશનાં દુશ્મનોને દેવા છે જડબાતોડ જવાબો,
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ,
ભ્રષ્ટ રાષ્ટ્રનું કલંક છે આપણાં માથે,
સૌનો થાય વિકાસ શપથ લઈએ સાથે,
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ,
અડીખમ ઊભાં છે વીર જવાનો સરહદે,
આપણને પણ શાંતિની ઊંઘ કેમની પરવડે ?
ચાલો સૌ સાથે મળીને ઉજવીએ,
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ.
