STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

મુઠ્ઠીમાં બંધ તોફાન રાખું છું

મુઠ્ઠીમાં બંધ તોફાન રાખું છું

1 min
183

મારી મુઠ્ઠીમાં બંધ તોફાન રાખું છું,

આભ આંબવાનું સોપાન રાખું છું,


ભલાઈના કામ કરી શકું તો કરું,

પ્રાણી માત્ર માટે દયાભાવ રાખું છું,


નથી પથ્થર હું કાળમીંઢ કોતરોનો,

પ્રેમથી ભીંજાવાનો સ્વભાવ રાખું છું,


ઉજવવા ગમે છે ઉત્સવો સઘળાં મને,

હરખ હૈયામાં હું પારાવાર રાખું છું,


મને ગમે છે મળવું મિત્રોને સદા સર્વદા,

ચહેરા પર હાસ્યનો શણગાર રાખું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational