ખુલ્લી બારી
ખુલ્લી બારી
ખુલ્લી મળી હોત જો બારી એક,
કૈંક હવા ઉજાસવાળી સારી એક,
લખતી થોડુંક કવનને થોડુંક ગવન,
અધૂરી, પૂરી' વ્યથા, કથા મારી એક,
કેટલીય પંપાળી દુ:ખતી રગેરગને,
તોય ના પોઢી એ રાત તારી એક,
ઘટાદાર એકાંત ફાનસને અજવાળે,
સળિયાઓની આરપાર નારી એક,
ભિંજાતુ તકિયું ને ગરમ ગરમ આંસુ,
ઝીલ એ પળેપળ એકથીભારી એક.
