STORYMIRROR

Krishna Mahida

Tragedy Thriller

4  

Krishna Mahida

Tragedy Thriller

વેરણ સાંજ

વેરણ સાંજ

1 min
244

વેરણ સાંજે કોડીલી કન્યાનું કંકુ રેલાઈ ગયું રે,

પગરણ હજુ માડયું તું કુમકુમ પગલાં ભરવા રે.


કંકણ હાથમાં રણકી રહ્યાં, મહેંદી ભીના હાથ રે,

હાથમાં હાથ લઈને આવી, ચાંદલો ન રહ્યો ભાલ રે.


શુકનવંતી કન્યા આજે, અપશુકનની કહેવાય રે,

સુંવાળી સેજ સૂની રહી, પણ ચૂડી ત્યાં નંદવાઈ રે.


પૂર્ણિમાના ચંદ્ર જેવી, સોહામણી કલંકિત કહેવાય રે,

વાંક હતો શું એનો નસીબ નઠારું ડેલીથી જાકારો દે રે.


પરણેલી કુંવારી કન્યાની ગોઝારી બની વેરણ સાંજ રે,

વિધિનું કેવું વિધાન 'પ્રતિતી' એની રહી અધૂરી આશ રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy