આંસુ
આંસુ
અશ્રુ મારું નામ,
આંખ મારું રહેઠાણ,
પાંપણે ટીંગાણી,
સ્વાર્થ જોખાણી,
પરમારથે પોંખણી,
પવિત્રતા છોડી પૈસામાં પડી,
ખુશી ને રૂદન એ મારી જોડી,
હું ત્યાં ઝૂમી,
જ્યાં લાંચની છડી ઘુમી,
નકલી અસલી બધે થયું આલમમાં,
રહે નહીં સત્ય, મારામાં, રહું હું માનવમાં,
બોલી રામનામ, મને હું ભક્ત કહું,
ક્રિયા -કર્મ મારા જાણે નહીં,
આ ભોળી જનતા,
ભોળવું એને બાબાઓ ને (સાધુ)નામે,
મારી ગાથા ને કીર્તિ ખૂબ જામે,
ડર નહીં મને ખુદાનો,
કે ભય નહીં ભોળી પ્રજાનો,
નરનાં વેશે નરાધમ થઈ ફરુ,
અરે ! આસ્થાના નામે, જગ ચરું,
ભીડ પડે, ન હું તો ભટકું,
ભોળા આંસુના સહારે છટકું.