હવે
હવે
1 min
191
માણસને લાગે છે માણસનો ભય હવે,
જોને કેવા દિવસો આવે છે !
એક બીજાને જુએ છે શકથી હવે,
જોને કેવા દિવસો આવે છે !
પરિચિત લાગે છે અપરિચિત હવે,
જોને કેવા દિવસો આવે છે !
માત્ર દૂરથી થાય છે નમસ્તે હવે,
જોને કેવા દિવસો આવે છે !
જીવનથી ભાગે છે જીવ હવે,
જોને કેવા દિવસો આવે છે !