STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

વિચાર

વિચાર

1 min
185

અજબ, ગજબ આવે વિચાર, 

વિચારોને, વિચારોમાં, 

આયોજન કવિ સંમેલનનું કરું હું,

કાલ્પનિક નીતેશભાઈ ને સુનિલભાઈને ઊભા કરું હું, 

આમ આભાસી ઓડિયન્સ ઊભું કરું,

સ્વપ્નામાંથી સરેલા સો, સો શ્રોતાગણને અને

કલ્પનાનાં કવિઓને કતારમાં બેસાડું,

આવા વિચાર કરું હું,એમાં ખોટું કરું શું ? 


કરે કવિતાનું પઠન, પ્રતિભાસી કવિ એક,

પાડે તાળીઓ, બેઠેલાં કાલ્પનિક કવિઓ અનેક,

લખું કવિતા હું, પઠન કરુંં એ જ કવિતાનું હું, 

એ શ્રવણ કરનાર હું, નિર્ણાયક બનું હું,

અવ્વ્લ આવું હું, કરુંં જાહેરા એની હું,

મારે મન બંગલા, ગાડી ને દોલત શું ? 


કાલ્પનિક વિચારમાં સ્વર્ગ બનાવું હું,

જીવું મનથી હું, એમાંં ખોટું કરું શું ? 

હોય કાલ્પનિક કે વાસ્તવિક કે વાસ્તવિકતા

કવિની કલ્પનામાં હોય સામ્રાજ્ય વિચારોનું, 

કલ્પનાનું જગત ઊભું કરું હું, એમાં ખોટું કરું શું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama