અર્ધનારેશ્વર
અર્ધનારેશ્વર
ના, હું પુરુષ છું, ના હું સ્ત્રી છું,
સ્ત્રી-પુરુષના મિલનથી બનેલો,
ત્રીજો "હું" જીવું છું,
અલગ અંદાજથી આમ ન જુઓ મને,
એષણા, આક્રોશનો અવસર આપ્યો નથી તમને,
જીવ એક, શિવ એક, જીવન અનેક,
ધરા એક, ગગન એક, પવન, પાણી, આગ એક,
પંચતત્વમાંથી બનેલો માનવદેહ એક,
દેવે, દીધેલ દેહ છે, આ મારો તમે એ વાત જાણો,
શિખંડી હતો, ને આજે છે, એનેે માનો,
જીવન મારુ, જીવ મારો, જીવવા દો જગમાં,
કરી ઓળખ, અસ્તિત્વની આલમમાંં,
સ્ત્રી-પુરુષની જાતનાં ભાગ પાડવામાં,
"તું" અને "હું" હોય એ તો એના નામ હોય,
બંને બાજુ "હું" અને "હું
" છું, અર્ધનારેશ્વર,
ન કર આમ આક્રોશ, આનુવંશિકતાં પર,
જા નહીં, જાત, પાત, ધર્મ, લિંગના ભેદભાવ પર,
હરેક, જીવને, જીવવા દે, શિવ નાં નામ પર,
પાડી સંબંધનાં નામ, તું નહીં હો, ખોટ, હાંસલ પર,
"શિવ" હું, "જીવ" હું , બસ હું, "હું" જ છું,
ના, હું સ્ત્રી,,, ના, હું પુરુષ,,,,
સ્ત્રી-પુરુષનાં મિલન નથી બનેલો,
ત્રીજો હું "જીવું" છું,
ન ભરેલું, ન ખાલી વર્ચસ્વ મારું,
આકાશ જેવું હોય અસ્તિત્વ મારું,
માં જગદંબાની શક્તિથી જગત આખો મારું,
મારી દુઆથી નિષ્ફળજીવન, સફળ થનારું,
મા, માસીબા, શિખંડી એ નામ ઈશ્વરને પ્યારુ.