ધર્મ લખે પત્ર અધર્મને
ધર્મ લખે પત્ર અધર્મને
ગયું મૌન મારું એના મન સુધી,
એ મીણબત્તીનો માણસ નથી,
કાળજા પર કવચ રાખી ફરે ફોલાદનું,
લાગણીથી પીગળે એવો માણસ નથી,
ચાલતો સંસાર સંબંધથી એમ લાગ્યું,
લોહી લોહીને છળે, કો'ક પોતાનું બને,
અંગત, પારકું બને એમ માનું 'મન'નું નથી,
લખે પત્ર 'પરમેશ્વર, પ્રિયજનોને પ્રેમથી',
"હે ભોળા માનવ ! ચાલને પ્રકૃતિનેે અનુસરીને,
કાળા માથાના માનવીને કોઈનું માનવું નથી.