Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

પ્રમાણિક

પ્રમાણિક

1 min
125


કેવો કેવો જમાનો બદલાયો

કેવો કેવો જમાનો બદલાયો,


માણસ હતો માણસ, એ કેવો બદલાયો

કેવો કેવો જમાનો બદલાયો,


પહેલા જમાનામાં ખમીરવંતી જાતિ

સત્યના રસ્તે ચાલે ચાલતો આદમી,


સમય જતાં એ કેવો બદલાયો

કેવો કેવો જમાનો બદલાયો,


ભરોસો રાખીને પરદેશ જાતા

જમીન ખેતર અંગતને આપતા'તા

એ ભરોસો કદી ના તોડતા'તા

પ્રમાણિક પ્રમાણે જીવતા'તા

કેવા સુખી દિવસોમાં રહેતા હતા !


પવન બદલાય, સમય બદલાય

માણસનો સ્વભાવ બદલાયો

અન્યને લૂંટવા પ્રયત્ન કરતા

વિશ્વાસને કેવા તોડી પાડતા

નિર્દોષના નાટકમાં અટવાયો,


કેવો કેવો જમાનો બદલાયો

પ્રમાણિક શબ્દ હવે ભૂલાયો

સ્વાર્થી જગતમાં કેવો ફસાયો !

વાર્તામાં જ પ્રમાણિક લખાયો

બિલોરી કાચમાંથી ના દેખાયો

કેવો કેવો જમાનો બદલાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama