પૈસા
પૈસા
આખી જિંદગી,
માણસે કર્યો હિસાબ,
પૈસાનો,
એવો એક પણ, માણસ ખરો !
પૈસા પાછળ જ,
દોડતાં માણસનો
કર્યો હોય હિસાબ,
સમજાશે નહીં કોઈને,
જિંદગી જાશે,
ગણતરી શ્વાસની શૂન્ય થાશે,
ત્યારે હિસાબ મંડાશે,
અરે મૂર્ખ માણસ !
માત્ર પૈસા જ, છે તારી પાસે,
તારા પોતાના,
શું પૈસાથી તારા થાશે ?
ભૂલ પૈસાનું રટણ, ને,
કર માનવતાનું જતન.
✍️જયા.જાની.તળાજા.'જીયા'