જિંદગી
જિંદગી
હવે તો છોડ જિંદગી !
કેટકેટલાં ગુના કરાવીશ,
જાવું પ્રભુને શરણે,
મોહનું અવલંબન તોડ જિંદગી,
હવે તો સૂવું મોક્ષની પનાહમાં,
આ મારા તે પરાયાં
તારું મારું કરી ખુબ ચાલી જિંદગી,
હવે જાવું પરમાર્થને પંથ,
શીદ રોકેેે છે જિંદગી ?
આપી જીવન : "જીવ"ને,
રાખે કેદમાં, કેમ જિંદગી ?
એ જિંદગી દયા કર !
સજા ન કર,
"જીવ"ને મોક્ષ તરફ જવાની,
રજા કર.