હું અને તું
હું અને તું
"હું" એ અહમથી ભરેલો,
"તું" એ તુમાખીવાળો ખરો !
એક દિવસ એવો હતો ખરો,
"હું" અને "તું "વચ્ચે થયો ઝઘડો જબરો,
"હું" હુંકારા કરતો આગળ વધ્યો,
"તું" તુંમાખીનો તિખારો તર્ક કરતો રહ્યો,
સંબંધમાં સંઘર્ષ સીધેસીધો વધ્યો,
"હું" અને "તું" બંને પાત્રોમાં,
દલીલ અને વિવાદ સર્જાયો,
સંઘર્ષને - "હુંં" મૂકી નહીં,
"તું" ભૂતકાળને ભૂલે નહીં,
વિવાદ, વિષાદ, વહેમ,
ભરે જીવનમાં ઝેર,
વરસે જીવનમાં કાળો કેર,
પૈસા આપાવે શાંતિ,
એ મતમાં છે ઘણો ફેર,