છલકાય છે
છલકાય છે
વિશાળ પ્રેમનો સાગર હૈયામાં છલકાય છે,
દિલમાં ઉછળીને તરંગો બની લહેરાય છે,
વિશ્વાસની ગાંઠે બંધાયેલું છે સ્નેહબંધન,
અગ્નિની સાક્ષીએ વચન સાથમાં લેવાય છે,
કયારેક સુખ-દુઃખની પળો વીતી હશે તને,
એકલતાનો અહેસાસ દિન-રાત થાય છે,
તરસતી તારી આંખો, ભીંજાતી રહી પાંપણો,
હોઠ પર આવેલાં શબ્દો દિલમાં અટવાય છે,
ઉભરાતી લાગણીઓનું વહેણ વહ્યા કરે છે,
પ્રેમનું સ્નેહબંધન ભાવેશ દિલમાં પથરાય છે.