માનવગુણો પર અસર
માનવગુણો પર અસર
1 min
214
"રામ નામ સત્ય",
એ સૂત્રોએ સાબિત કરી બતાવ્યું,
અહીં કોઈ, કોઈનું નથી,
વિશ્વ મહામારી શુંં, આવી વિશ્વમાં,
થયા સાબિત સૌ સગા સ્વાર્થના,
અડે નહીં કોઈ કોઈને,
જણાય જાણે, આભડછેટ જેવું,
દીકરો, સગો નહીં બાપનો,
બાપ, સગો નહીં દીકરાનો,
કાળ આવ્યો કેવો, કેવું જોવાનો ?
મરી પરવારી માનવતા ?
ડોક્ટર જીવલેણ બન્યો,
ફી નો ચલાવ્યો મારો,
ઉજડેલાં ઘરને માત કેેવો માર્યો ?
કરુણા, માનવતા, પ્રેમ ભાવમાં
આ કેવો ખાલીપો આવ્યો ?
કોરોનાની અસર માનવગુણોમાં,
દીવા જેવી સ્પષ્ટ્ટ દેખાય.