STORYMIRROR

Bhavana Shah

Drama

4.0  

Bhavana Shah

Drama

રસ્તા

રસ્તા

1 min
189


રસ્તા ઘણા છે મંઝિલ એક છે,

જવું તો ક્યાંથી ? પહોંચવુંં તો છેક છે !          


કાંટા ને કાકરા તો દોસ્ત ઠીક છે,            

પોતાનાય વાગે એની જ બીક છે !


પારખું તો કેમ કરી ? મોહરા અનેક છે,

બનાવટી ફૂલોની અસલ જેવી જ મહેક છે !


નિત્ય ડામર કપચી ચડે નવી એની ચમક છે,

ભોમિયા પણ ભૂલેે એવી આ સડક છે !


દૂરથી જોોંઉ તો લાગે ઘણીય નજીક છે,        

પણ ન અટકે ન ભટકે તું તો પથિક છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama