દશા અમારી
દશા અમારી
જાળ નાખે મવાલી, ફસાતા અમે,
આંગળીની કમાલે મરાતા અમે,
રંગનો જાદુ ને મગજનું કામ છે,
એ દુકાને જઈ છેતરાતા અમે,
આંખને આમ તો ફેરવીએ બધે,
આથડી પથ્થરે લંગડાતા અમે,
કેમ રાખે હરાયાતણી નાતમાં,
કતલખાને સદા મોકલાતા અમે,
સમયની ખેંચ ‘સાગર’ બધાને નડે,
ઝટ પહોંચી મસાણે બળાતા અમે.
