વિશ્વાસની વાચા
વિશ્વાસની વાચા
વિશ્વાસ નામની માળા છે ડોકમાં
જીવનમાં જીવી લઈશું,
જીવનની શક્તિ છે ડોકમાં
પરમશક્તિ મેળવી લઈશું,
પ્રેમની અભિવ્યક્તિ છે ડોકમાં
પ્રગતિની પગદંડીએ ચાલ્યા જઈશું,
ભક્તિનો ભાવ છે ડોકમાં
ભવસાગર તરીને નીકળી જઈશું,
સૃષ્ટિનો શ્વાસ છે ડોકમાં
વિશ્વાસની વાચા બોલી જઈશું,
પ્રકાશ નામની માળા છે ડોકમાં
અંધકાર ને ભગાડતા જઈશું.
