ઓળખો છો ?
ઓળખો છો ?
ઓળખો છો કે ભૂલી ગયા ?
નિત્ય યાદ કરવાનો નિયમ ન ભૂલ્યા,
દિલમાં જેની યાદ સતત ધબકયા કરે,
દિલમાં યાદોની સુરાવલી વહ્યા કરે,
એક પળ મનનાં વિચારોનાં ભૂલે,
આંખોમાંથી યાદની અશ્રુધારા વહે,
પાંપણોની પાળ યાદોમાં કાચી પડે,
યાદોની રિમજિમમાં ધૂંધળી તસ્વીર બને,
સ્મરણોના દરવાજામાં યાદોના જાળા,
દિલ યાદોમાં પાંપણ મટક્યા વગર જાગે,
યાદોના સમંદરમાં યાદો પ્રસરવી,
થડમાં યાદોને કોતરવી ને ખોતરવી,
હવામાં યાદોની ખુશ્બૂને સ્પર્શવી,
યાદોની મહેકને શ્વાસમાં સમાવવી,
યાદોને હથેળીમાં લઈને હોઠોથી ચુમવી,
યાદોને ગીત બનાવી મુખેથી લલકારવી,
યાદોની મીઠાશને રસભરી બનાવી મમળાવવી,
યાદોને નયનમાં સમાવી બંધ આંખે નિહારવી,
યાદોને પગની થપાટોથી સંગીત આપી માણવી,
યાદોની સરગમ બનાવી નૃત્ય સંગ ડોલવું,
યાદોમાં રંગ ભરી તસ્વીર દિલમાં સ્થાપવી,
કેમ કરીને ભૂલાય જાય વીતી પળોને ?
કહો હવે તમે, ભૂલી ગયા કહેવાય આને ?
યાદો સંગ મેળા હોય ક્યાંથી ભૂલાયેલા લાગે !

