જિદ
જિદ
આતો કેવી જિદ છે મારી કે
તને ભૂલવા માંગુ છું,
પરંતુ તને ભૂલી પણ શકતી નથી,
રડવા માંગુ છું,
પરંતુ રડી પણ શકતી નથી,
અંદરથી તૂટી ગઈ છું,
પરંતુ તૂટવા પણ માંગતી નથી,
હસે છે મારા હોઠ,
પરંતુ હસી પણ શકતી નથી,
તારી યાદમાં પળ પળ મરું,
પરંતુ મરી પણ શકતી નથી,
તારી જ ખ્વાહિશ પણ,
તને જ પામી શકતી નથી
આતો કેવી જિદ છે મારી.

