પતંગ ઊડે - પડે
પતંગ ઊડે - પડે
પહેલા ખુદને પતંગની જેમ ઊડાડે,
ને પછી દોર કાપીને ચત્તોપાટ પછાડે,
ઈર્ષાની આગમાં નિરંતર રહે બળતો,
નજીકમાં જાય તેને ભયંકર દઝાડે,
ખાવી છે કેરી ને આંબે ચડવું પણ નથી,
ક્રોધે ભરાય ને પછી મૂળને જ ઉખાડે,
વાંદરાની જેમ છલાંગો મારતો ફરે,
ઊંઘતાને સળી કરી અચાનક જગાડે,
બીજાંને ભગાડવા છે હોશિયાર ‘સાગર’,
પણ કલા તેને પૂંછડી પકડી ભગાડે.
