STORYMIRROR

Diptesh Mehta

Drama Inspirational

3  

Diptesh Mehta

Drama Inspirational

મંઞલાષ્ટક

મંઞલાષ્ટક

2 mins
18.1K



|| શ્રી ઞણેશાય નમઃ ||


સૌ.કાં.ચિ. ધારા ના લઞ્ન પ્રસંઞે

●◆■★ મં ઞ લા ષ્ટ ક ★■◆●


રિદ્ધી સિદ્ધી વિનાયક શિવ ઉમા સૂર્ય હરિ માધવ,

હાટકેશ્વર જઞદંબિકા ફુલ પ્રભૂ માંઞલ્ય અર્પો સદા,

મહોર્યો છે ઉપવન જીવન સભરનો 'ધારા - પરિમલ' તણો,

એવા આ અવસરે 'અમિ' વરસજો,

કુર્યાત સદા મંગલમ્.... (૧)


શરણાઈ સંગ ઢોલ'જો ઢબુકતા સૌભાગ્યની શાનમાં,

'તેજસ' સંઞ 'કિન્નર' દઈ રહ્યા 'આશિશ' 'આનંદ' માં,

ઉલ્લાસે વધાવતા વરવધૂ "પ્રજા-પૂર્વિ" સાથમાં,

'ધારા સંગે પરિમલ' કરી વદી રહ્યા,

કૂર્યાત સદા મંગલમ્.... (૨)


'મલયે' 'ચેતન' ખિલતી 'મેધા-ચિરાગી' દીસે ઉજ્જવલા,

આશાઓ 'આલાપ'ની ફળી રહી 'સોનિક' 'મમતા' બની,

'નિલેશે' દિપમાળા'શી પ્રગટતી 'મોનાલી' અતી સ્નેહમાં,

સત્કારી નીજ દ્વારમાં હરખતી 'ધારા-પરિમલ' સાથમાં,

કુર્યાત સદા મંગલમ્.... (૩)


પિંઠીએ સુવર્ણ'શું ચમકતું 'ધારા' મુખડું,

વરરાજાના સ્વાંગમા નિરખતી 'પરિમલ' ને, રાજા સમો ભાસતો,

'બ્રેનલ' સાથ 'નિકુંજ' ને 'બ્રિંદા' મ્હાલિ રહ્યા લગ્નમાં,

બહેનીને પરણાવતા ઉચરજો 'ચેતન',

કુર્યાત સદા મંગલમ્.... (૪)


'આકાર' સુખદેવ સહિત સહુજન 'ચરાગી - દિપ્તી' સંગ 'ફોઈ ફુઆ',

'નિમાવત દાદા - દાદી' મલકી રહ્યા નિરખીને 'ધારા - પરિમલ' દ્વંદ્વ ને,

'બિજલ' ને 'ધન્નો' માસા માસી સંગ વહાવતા, ઉર તણી ઊર્મિ તણી આશિશો,

'દેવેન્દ્ર' - 'અમિતા' સંગ 'ભાવના બા' હસતાં,

કુર્યાત સદા મંગલમ્.... (૫)


કેવો ભાર ઉઠાવતી ધરણીશી પ્રિયા હરી વિષ્ણુની,

સંસારે નિર્માણ સુંદર બન્યુ નારી નર તણું,

અદ્વૈતે રમતાં સદા દ્વંદ્વ જીવો એકાગ્રતા પામવા,

તેવા ભાવાદ્વૈત તણાં સુરભિમાં પામો,

કુર્યાત સદા મંગલમ્.... (૬)


શ્વસૂરવાસ સુખી સદા બની રહો સપના ફળે સર્વદા,

સંસક્રુતી 'પ્રજા-પરિવાર' ની સજી રહો માદક નવા રાગમાં,

જીવન બાગ ફુલો ભર્યો ખીલી રહો, એવી ઉરે ભાવના,

'ધારા' રાગ સુહાગમાં ગુનગુને 'પરિમલ' હો સાથમાં,

કુર્યાત સદા મંગલમ્.... (૭)


દિકરીને દઈ દાનમાં દ્રવી રહ્યા હૈયા 'પિતા-માત' ના,

'રાજેશ' - 'પ્રિતુ' સહુ તપ ફળ્યા પૂણ્યે હતા જે મળ્યાં,

લાડકડી દિકરી વળાવી બનતા પાવન અહા વંદના,

"દિપુ'' સહિત વદતા, કુર્યાત સદા મંગલમ્.... (૮)

તા. ૦૬-૧૦-૨૦૧૮.



Rate this content
Log in

Similar gujarati poem from Drama