હું છુંં તારો
હું છુંં તારો
નથી હું અજાણ્યો કે નથી હું પરાયો,
જરા આયનામાં નજર નાખીને જોઈલે,
હું છું તારા નયનના આયનામાં વસનારો.
નથી હું નફરત કરનારો કે નથી હું દગો દેનારો,
જરા હ્રદય પર હાથ રાખીને જોઈલે,
હું છું તારી ધડકનનો તાલ મેળવનારો.
નથી હું ઝગડનારો કે નથી સતાવનારો,
જરા હ્રદયમાં મને સમાવીને જોઈલે,
હું છુ તારા પ્રેમની સરિતામાં ડૂબનારો.
નથી હું તરછોડનારો કે, નથી હું સંતાઈ જનારો,
"મુરલી" મારો વિશ્ચાસ કરીને જોઈલે,
હું છું તારો જન્મો જન્મનો સથવારો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

