હોતી નથી
હોતી નથી
પ્રેમ બંધનમાં હેતની કદી અછત હોતી નથી,
હોય અતૂટ પ્રેમ ત્યાં કોઈ શરત હોતી નથી,
રહેવા માટે મહેલોની કોઈ જરૂરત હોતી નથી,
મહેબૂબનાં દિલ જેવી કોઈ જગ્યા સલામત હોતી નથી,
હોય છે જન્મોજન્મનું બંધન પ્રેમમાં,
પ્રેમની જેલમાં કદી જમાનત હોતી નથી,
હોય છે ત્યાં આત્માથી આત્માનું બંધન,
ત્યાં કદી કોઈ બગાવત હોતી નથી,
નિર્મળ હોય છે સદા એકબીજાના અંતરમન,
ત્યાં છેતરવાની કોઈની ફિતરત હોતી નથી.