માતાના ઉપકારો
માતાના ઉપકારો
માનવ થઈને વિચારો માતાના અનંત ઉપકારો
જન થઈને વિચારો જનનીના અનંત ઉપકારો,
નવ નવ માસ તને ઉદરમાં સાચવ્યો
જાત જાતની પીડા તેને સહેલી,
દિન દિન તારા માટે ભૂખી રહેલી
નિત નિત તને ગળેથી લગાડતી,
મન મન એ તો તારા માટે મલકાવતી
તન તન એતો તકલીફો આપતી,
તારી સંભાળ કાજ રાત દિવસ જાગતી
તને ખવરાવવા ઘેર ઘેર કામ કરતી,
તને મોટો કરવા મહેનત કરતી
ભણી ગણીને આગળ વધારવા એક એક પાઈ જોડતી.
