મારું એક સપનું છે
મારું એક સપનું છે
મારું એક સપનું છે,
જે મારું આપણું છે,
આભને અડવું છે,
ગગને ગાજવું છે,
પાણીમાં તરવું છે,
મનને ઝબોળવું છે,
પવનને રોકવો છે,
પંથને કાપવો છે,
હવાને હરાવી છે,
જયોતને જલાવવી છે,
રસ્તાને રડાવવો છે,
પ્રેમને જગાડવો છે,
સમયને બચાવવો છે,
સંબંધને સાચવવો છે.
