આવ્યો જન્મદિવસ
આવ્યો જન્મદિવસ
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
લાવ્યો લાવ્યો ખુશીઓની ખજાનો,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
ખુલ્યો ખુલ્યો સ્નેહનો સરવાળો,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
મળ્યો મળ્યો મોજનો દરિયો મજાનો,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
પામ્યો પામ્યો પ્રેમનો પટારો,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
મળશે મળશે મીઠાઈનો ડબ્બો મજાનો,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
આવશે આવશે મહેમાનો મજાનાં,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
લાવશે લાવશે કેક મજાનાં,
આવ્યો આવ્યો મારા ભાઈનો જન્મદિવસ
ઉજવશું ઉજવશું આજે ભેગા મળીને મજાનાં.
