તરસ
તરસ
ઠંડો લહેરાતો પવન,
મધુમાલતીની મીઠી સુગંધ,
ને રાતરાણીની સાથે સાથે,
ઝૂમતું મારું અંગેઅંગ.
ચાંદનીની ઓઢણી પાછળથી,
ચંદ્રની તીરછી નજર,
ને તારાની શહેનાઈનાં સૂરે
ડોલતું આખું ગગન.
છે પુસ્તક હાથમાં, પણ નજર ઊંચે,
મન વિચારતું ક્યાં ન પહોંચે,
કરી વાદળો પરની સવારી,
ને પછી હતું ત્યાંનું ત્યાં એ મન.
હવે નહીં રાતરાણી, નહીં મધુમાલતી,
નહીં ઠંડો લહેરાતો પવન,
આજે ફરી એ પળો માટે,
તરસતું મારું જીવન.
