STORYMIRROR

Shital Bhatt

Drama

3  

Shital Bhatt

Drama

તરસ

તરસ

1 min
253

ઠંડો લહેરાતો પવન,

મધુમાલતીની મીઠી સુગંધ,

ને રાતરાણીની સાથે સાથે,

ઝૂમતું મારું અંગેઅંગ.


ચાંદનીની ઓઢણી પાછળથી,

ચંદ્રની તીરછી નજર,

ને તારાની શહેનાઈનાં સૂરે

ડોલતું આખું ગગન.


છે પુસ્તક હાથમાં, પણ નજર ઊંચે,

મન વિચારતું ક્યાં ન પહોંચે,

કરી વાદળો પરની સવારી,

ને પછી હતું ત્યાં નું ત્યાં એ મન.


હવે નહીં રાતરાણી, નહીં મધુમાલતી, 

નઈ ઠંડો લેહરતો પવન ,

આજે ફરી એ પળો માટે,

તરસતું મારું જીવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama