આશા
આશા

1 min

590
હકીકત ના દરિયામાં, આશાના વહાણો લઈ,
નીકળ્યાતા સફરે, દિલમાં અરમાનો લઈ,
મોજા ફરી વળ્યા આશાઓ પર ને છેલ્લે,
હકીકતજ સામે આવીને ઉભી રહી.
ઝઝૂમ્યા ઝાંઝવા ઓ સામે ક્યાંય સુધી,
દોડ્યા રણમાં મૃગજળ પાછળ ક્યાંય સુધી,
ખૂપાંતી ગઈ રણની રેતીમાં જેમ જેમ,
કે અચાનક સ્વપ્નમાંથી બેઠી થઈ,
ને ફરી એ મળી મને રાતના અંધારે,
એક કાળી ચાદરના તારાઓમાં,
પિછાનતી હતી એના પ્રકાશને,
ને એને જોતાં જોતાંજ સવાર થઈ ગઈ.
જાગી ઉઠી આશાઓ મારી કે,
તારામાંથી સૂરજ દઈ ગઈ,
હકીકતનુ શુ પૂછો છો હવે મને,
આજે આશાઓ મારી અમર થઈ ગઈ.