પપ્પા એ આપેલી પેન
પપ્પા એ આપેલી પેન


પપ્પા એ આપેલી પેન થી લખું,
તોજ હું પરિક્ષા માં પાસ થાઉં,
એક દીકરી ની માન્યતા એવી,
બોલો હું એને શું કહું ?
તૈયારી હોય કે ના હોય,
પપ્પા જો મૂકવા આવશે,
આવશે સારું પરિણામ મારું,
એવી એને આશા બહુ.
લાવતી પણ એ ગુણ સારા,
ને શ્રેય જતો એ પેન ને,
ને સાચી પડી માન્યતા એની,
એવી ખુશી એને બહુ.
પણ તકદીર નો બહુ સાથ નહિ,
કે લાગી ગઈ કોઈ ની નજર,
પેન મારી ખોવાઈ ગઈ,
ને થઈ ગઈ હું વેર - વિખેર.
જો મળે કોઈને તો પાછી આપજો,
છે એની જરૂર મારે બહુ,
હજી બાકી છે જીવનની પરીક્ષાઓ ઘણી,
તો એના વગર શું કરીશ હું ?