જિંદગી
જિંદગી
જ્ન્મથી મૃત્યુ સુધીની,
મુસાફરી જિંદગી,
ફૂલ બની ખીલે પહેલાં,
ને પછી કાંટાઓમાં,
રઝળતી જિંદગી.
દુનિયારૂપી બાગમાં,
સુવાસ બની મહેકતી,
ને છતાં માળી (પ્રભુ) માટે,
હંમેશા તરસતી જિંદગી,
મળે ઘણું - ઘણું તોયે,
તૃષ્ણા એની છીપાતી નથી,
મન ને માયામાં કાયમ,
મોહતી જિંદગી.
સહન કરે જોર - જુલ્મી બધી,
છતાંય "ઉફ" કરે નહીં,
દુનિયાના બધા કાવા - દાવા,
નજરો નજર જોતી જિંદગી.
કેટલીક મહેલો ને બંગલાઓમાં,
કેટલીક ફૂટપાથે ને ઝૂંપડાઓમાં,
ને બાકીની પચાસ ટકા,
રસ્તે રઝળતી જિંદગી.
ફૂલો કરમાઈ ને,
ખરી પડે જેમ
તેમ છેવટે ખરાબ હાલતમાં,
કથળતી જિંદગી.