મારી મરજી
મારી મરજી
1 min
397
જો ચાલે મારી મરજી,
તો તને લઈ આકાશે ઉડું,
તારી નાની નવી દુનીયામાં,
મેઘધનુષના રંગ ભરું.
તારી એક મુસ્કાન પર,
હું લુટાવું દુનિયા મારી,
તારી ખડખડાટ હંસી પર,
જાવું હું વારી - વારી.
લેહંકા તારા સાંભળવા ને,
ગાંડપણ હું કર્યા કરું ,
આડી અવળી શકલ કરી,
તારી આગળ પાછળ ફર્યા કરું.
જીવ તાળવે ચોંટે,
તારા રડવાના ધ્રુસકા પર,
ને પછી મન રવાડે ચઢે,
ઘરગથ્સથુ નુસખા પર.
પણ આમ ને આમજ,
તું જલ્દી મોટી થાય,
ને તારી કાલી ઘેલી બોલીમાં,
મને "મમ્મી" શબ્દ સંભળાય.
