વિચારોના વૃંદાવનમાં
વિચારોના વૃંદાવનમાં


આતો વિચારોના વૃંદાવનમાં વિહરવાની વાત,
ને એજ પળે આવે મને મારા બચપણની યાદ.
પૂરબહાર લાગે મને ભર ઉનાળે,
ને છાંયે છાંયે રમવું એ વેકેશનને ગાળે.
ઉઠવાની આળસ એ શિયાળાની સવારે,
ને સાઇકલ લઈને દોડવું રોજ નિશાળે.
નાહવાની તલપ ચોમાસાના પેહલા વરસાદે,
ને એ પેહલ વેહલી બુંદ મનને શું હરખાવે !
લડી - ઝઘડીને ફરી હળીમળીને રમવું,
આડા - ઊભા બાગમાં રોજ સાંજે ભમવું.
દરેક તેહવારને એક અલગ ઉત્સાહથી માણવા,
શું ચાલે છે દુનિયામાં, કોણ નવરું એ જાણવા ?
સ્વજનોની રાહ જોવી બેસતા વર્ષની સવારે,
ને ધુળેટીમાં રંગાવવું, રંગીન પાણીની ધારે.
રોજ નવા પરાક્રમોની રોજ ગાળો ખાવાની,
ને તોય નવા પરાક્રમ માટે નવી સવારની રાહ જોવાની.
વીતી ગયું એ બાળપણ પણ બચપણ હજુય ગયું નથી,
આ વૃંદાવન સ્મૃતિપટ પરથી આજે પણ જરાય ખસ્યું નથી.