મારી મરજી
મારી મરજી
1 min
250
જો ચાલે મારી મરજી, તો તને લઈ આકાશે ઉડું,
તારી નાની નવી દુનિયામાં, મેઘધનુષના રંગ ભરું,
તારી એક મુસ્કાન પર, હું લુટાવું દુનિયા મારી,
તારી ખડખડાટ હસી પર, જાવું હું વારી - વારી,
લહેકા તારા સાંભળવાને, ગાંડપણ હું કર્યા કરું,
આડી અવળી શકલ કરી, તારી આગળ પાછળ ફર્યા કરું.
જીવ તાળવે ચોંટે, તારા રડવાના ધ્રુસકા પર,
ને પછી મન રવાડે ચઢે, ઘરઘથ્થુ નુસખા પર,
પણ આમ ને આમ જ તું જલ્દી મોટી થાય,
ને તારી કાલી ઘેલી બોલી માં મને "મમ્મી" શબ્દ સંભળાય.
