રસ્તો
રસ્તો
રસ્તામાંથી રસ્તો મળે,
જરૂરી નથી કે સસ્તો મળે ,
હોય એવો અઘરો ક્યારેક,
કે કમરે કકડો કસવો પડે,
રસ્તામાંથી રસ્તો મળે...
હોય જેની ચાહના,
મંઝિલોને પામવાની,
નીકળી પડે અરમાનો લઈ,
ને એને ચંદ્ર પણ સસ્તો પડે,
રસ્તામાંથી રસ્તો મળે ...
ઉભરાવા દો અરમાનોને,
ને ધાર બની ને વહેવા દો,
શી ખબર એની ધારે ધારે,
ક્યારેક જીવનનો કસબો મળે,
રસ્તામાંથી રસ્તો મળે ...
આમ તો રાહો પર,
રાહબર કોઈ હોતું નથી,
છતાં મન ઝંખે છે કે,
કોઈકનો સાથ અમસ્તો મળે,
રસ્તા માંથી રસ્તો મળે ...