STORYMIRROR

purvi patel pk

Inspirational

4  

purvi patel pk

Inspirational

વિશિષ્ટ શક્તિ

વિશિષ્ટ શક્તિ

1 min
239

કરું ભક્તિ, આજે મળી મને વિશિષ્ટ શક્તિ,

શબ્દોથી શરૂ કરું તો, પ્રાર્થના બની જાય,

ભોજનમાં ભેળવું તો, પ્રસાદ બની જાય,

ચાલવામાં સાથે રાખું તો, યાત્રા બની જાય,

કરું ભક્તિ, આજે મળી મને વિશિષ્ટ શક્તિ,


આત્મામાં ઉતારું તો પરમાત્મા બની જાય, 

મનમાં દીપ પ્રગટાવું તો, શ્રદ્ધા બની જાય, 

આત્મસાત કરું તો, સમર્પણ બની જાય, 

કરું ભક્તિ, આજે મળી મને વિશિષ્ટ શક્તિ,


સમાજમાં સૌ ભેગા કરે તો, સત્સંગ બની જાય, 

વ્યક્તિમાં ઉતરી જાય તો, સાધુ સંત બની જાય,

વાલિયામાં ઉતરે તો, વાલ્મિકી બની જાય, 

કરું ભક્તિ આજે મળી મને વિશિષ્ટ શક્તિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational