STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

પરિવાર

પરિવાર

1 min
279

પોતાની ઊંઘ ખોઈ પરિવારનો માળો જોડે છે.

સાથે રહેવા અહમના દર્પણને એ ફોડે છે.


પરિવાર માટે પાર દુઃખ માનવી ઉઠાવે છે,

સાથે મળીને સૌના શમણાંને સજાવે છે.


માણસ સુંદર મજાનો પરિવારનો માળો બનાવે છે,

પરિવારના દરેક સભ્યોને દિલથી એ અપનાવે છે.


ગભરાતો નથી દુઃખો ભલેને આવે હજાર,

કેમકે એની પાસે છે પરિવાર રૂપી ઉપચાર.


લુટાઈ જશે પણ નહિ કરે કોઈના પર વાર,

કારણકે જાત કરતા પણ વધારે પ્રિય છે એને પોતાનો પરિવાર.


પ્રગતિની આપે છે પાંખો આ પરિવાર,

ખુશીઓ આપે છે અપરંપાર આ પરિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational