STORYMIRROR

Sangita Dattani

Inspirational

4  

Sangita Dattani

Inspirational

જન્મદિવસ

જન્મદિવસ

1 min
437

જન્મદિન આયો, જન્મદિન આયો

વહુરાણીનો જન્મદિન આયો રે,

મારી રાજરાણી સમ વહુરાણીનો

જન્મદિન આયો, જન્મદિન આયો.


વહેંચી મેં તો સવાશેર સાકર,

મંગાવી મેં તો સૂતરફેણી આજ.

બોલાવ્યા મેં તો સોનીડાને આજ

આવ્યા હરખાતા પિયરિયાં આજ.


મેં તો તેડાવ્યાં બાળસખીઓને,

મારી વહુરાજરાણી શરમાઈ જોને.

મેં તો બોલાવ્યાં બાંધણી વેપારીને,

ને મારી રાજરાણી હરખાણી બહુ.


મારો રાજકુંવર હરખાતો બહુ,

લાવ્યો પટોળાં ને હીરાની સેર જો

મે તો પ્રેમથી વધાવી રાજરાણી જો

હૈયે હરખ ન માય મારી વહુરાણીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational